અકસ્માતનો સિલસિલો યથાવત:હાંસોટ સર્કલ વિસ્તાર અકસ્માત ઝોન બનતા બમ્પ અને ડિવાઇડર બનાવવાની લોકમાંગ ઉઠી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાંસોટ ગામના યુવાનને ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ હાંસોટ સર્કલ અકસ્માત ઝોન બન્યો હોવાથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા ડિવાઈડર અને સ્પીડ બ્રેકર્સ બનાવવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

અહીંયા અનેક અકસ્માતમાં કેટલાય મૃત્યુ પામ્યા છે હાંસોટ સર્કલ પાસે અવાર-નવાર અકસ્માતોના બનાવ બનતાં રહે છે. ભૂતકાળમાં અનેક અકસ્માતોમાં કેટલાક વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના બનાવો બનેલા છે. ગતરોજ હાંસોટના એક મુસ્લિમ યુવાનનું ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં આ યુવાન શરીરે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાન હાલમાં પણ જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યો છે.

અકસ્માતો નિવારવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે હાંસોટ-સુરત તથા હાંસોટ-અંકલેશ્વરના રસ્તા પર હાંસોટથી સુરતના રસ્તા પર હાંસોટથી કંટીયાજાલ વળાંક સુધી તથા હાંસોટ-અંકલેશ્વર જવાના માર્ગે હાંસોટથી મચ્છી માર્કેટ સુધી તાકીદે ડિવાઇડર બનાવી દેવામાં આવે ઉપરાંત બંને રસ્તાઓ પર સર્કલ નજીક સ્પીડ બ્રેકર્સ મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...