પાનોલી જીઆઇડીસીમાં મહનસરીયા ટાર્યર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલી 5.73 લાખની ચોરીનો ભેદ તાલુકા પોલીસ ને ઉકેલવામાં સફળતા મળી હતી. 2 દિવસ પૂર્વે પાનોલી બ્રિજ ની પ્લેટ ચોરી માં ઝડપાયેલ ભંગાર ચોરો એ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે 5.73 લાખ રૂપિયાની ચોરી નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે રાજપીપળા ચોકડી પર આવેલ ઝુબેરનગર ભંગારના ગોડાઉન માંથી છુપાવેલો ચોરી સરસામાન રિકવર કર્યા હતા.
અંકલેશ્વર માં સંજાલી નવ નિર્માણ પામી રહેલા બ્રિજ સાઈડ પર થી 20 હજાર રૂપિયા ની પ્લેટ ચોરી માં રાજપીપલા ચોકડી ઝુબેર નગર ખાતે ભંગાર ચોર સુનિલ કુમાર નારાયણ સહાની તેમજ સરદાર પાર્ક ખાતે આવેલ શાંતિ તીર્થ સોસાયટી ખાતે રહેતા અજયપાલ સીંગ દીપચંદ્ર ગુર્જર ની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા મહનસરીયા ટાર્યર પ્રાઇવેટ લિમિટેડ કંપની કરેલ ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે વધુ સઘન પૂછપરછ કરતા તેઓ ચોરી ની વિવિધ 16 જેટલી આઈટમ મળી કુલ 5.73.372 રૂપિયા નો મુદ્દામાલ ઝુબેરનગર ભંગારના ગોડાઉન પાછળ છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગોડાઉન માં સર્ચ કરતા ચોરી નો નો સર સમાન મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ મથકે લઇ આવી હતી. અન્ય ચોરીમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે રિમાન્ડની તજવીજ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.