ચોરી:અંકલેશ્વરના કેફેમાંથી રોકડ અને મોંઘી સિગરેટોની ચોરી

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમાર્ગ પર આવેલાં શોપિંગમાં તસ્કરનો તરખાટ

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલા શોપીંગ સેન્ટરમાં ચાય ફાઈ કેફેપર ગત રાત્રીના તસ્કરો હાથફેરો કર્યો હતો. ગત રાત્રી ના કેફે બંધ થયા બાદ મોડી રાત્રીનાતસ્કરએ જાની ફરસાણના શટર તોડી પ્રવેશ કરવાની કોશિષ કરી હતી પણ કાઉન્ટરઆડે આવી જતા અંદર પ્રવેશી શક્યો ના હતો.

જે બાદ આજ કોમ્પ્લેક્ષનીચાય ફાઈ કેફેને નિશાન બનાવી હતી. પાછળનું શટર તોડી અંદર પ્રવેશેલો તસ્કર 400 રૂપિયા રોકડ તથા 55 હજાર રૂપિયાની કિમંતની સિગરેટો લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી.પોલીસે સીસીટીવી તપાસતાં તેમાં એક તસ્કર ધાબળો ઓઢીને આવેલો દેખાય રહયો છે.

અન્ય સમાચારો પણ છે...