તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:અંકલેશ્વરમાં ધનજીની ચાલમાં ~6.14 લાખની મત્તાની ચોરી

અંકલેશ્વર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોળી ધૂળેટી પર્વે દલાલ પરિવાર પ્રવાસે જતા તસ્કરોએ ખેલ પાડ્યો

અંકલેશ્વર -હાંસોટ રોડ પર આવેલ મોદી નગર વિસ્તાર ના ધનજી ની ચાલ માં રહેતા ગણપતભાઈ તેમની પત્ની તારાબેન દલાલ તેમજ સમગ્ર પરિવાર હોળી -ધુળેટી પર્વ અનુલક્ષી ને લક્ઝરી બસ માં પ્રવાસે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું રાત્રી ના મોટર સાઇકલ પર આવેલ તસ્કરોએ મકાન નજીક શેડ માં સંતાયા બાદ ધીમે રહી ને દરવાજાનો નકુચો તોડ્યો હતો સમગ્ર ચોરી ની ઘટના મકાન માં પ્રવેશતા તેમજ બહાર નીકળતા અને ગ્રીલ તોડતા દ્રશ્યો લાઈન માં રહેલ એક મકાન ના સીસીટીવી માં કેદ થઇ ગયા હતા સવારે પાડોશી દ્વારા તારા બહેન ને ચોરી અંગે ની જાણ થઇ હતી.

તેમજ આ અંગે શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને બનાવ સંદર્ભે તપાસ આરંભી હતી તેમજ સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. જાત્રા થી તેવો ગત સાંજે પરત આવતા શહેર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમના પુત્ર મયુરભાઈ દલાલ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તસ્કરો ઘર માંથી 30 હજાર રૂપિયા રોકડા તેમજ તેમજ સોના-ચાંદીના 5.84 લાખ રૂપિયાના દાગીના મળી કુલ 6.14 લાખ ઉપરાંતનો મત્તા પર હાથફેરો કરી ગયા હતા. પોલીસે ફરિયાદ ધારે ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદ થી તેમજ સીસીટીવી આધારે ટેક્નિકલ સર્વેલન્સની મદદ થી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો