તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અંકલેશ્વરના દિવા રોડ પર બંધ મકાનમાંથી ~ 28 હજારની ચોરી

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સુરત ખાતે પરિવાર સાથે જતા તસ્કરોએ મકાન નિશાન બનાવ્યું
  • ડોગ સ્કોર્ડ, FSL તેમજ ફિગર પ્રિન્ટ એક્ષ્પર્ટની મદદ તપાસ શરૂ

અંકલેશ્વરની દિવા રોડ પરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 28 હજારની મત્તા ચોરી કરી ગયા હતા.પરિવાર સુરત જતા તસ્કરોે મકાનમાં હાથફેરો કર્યો હતો.

અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ અંબિકા નગરનગર ખાતે રહેતા નિલેશભાઈ ભાજીવાલા ગત રોજ પરિવાર સાથે કામ અર્થે સુરત ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને રાત્રીના નિશાન બનાવ્યું હતું મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા રોકડ રૂપિયા 20 હજાર તેમજ અન્ય ત્રણ પર્સમાં રહેલ 8 હજાર રૂપિયા મળી 28 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે પાડોશીઓ અને સંબંધીઓ દ્વારા તેમને જાણ થતા તેઓ અંકલેશ્વર પરત આવ્યા હતા અને શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ,એફએસએલ તેમજ ફિગર પ્રિન્ટ એક્ષ્પર્ટની મદદ થી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો