તસ્કરી:અંકલેશ્વરમાં ત્રણ બનાવમાં 2 ટ્રક અને એક મોપેડની ચોરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક સલ્ફરીક કંપની સામેથી ટ્રક ઉઠાંતરી, ઘટના સીસીટીવીમાં કેદ

અંકલેશ્વર માંથી 2 ટ્રક અને એક મોપેડ ની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર જીઆઇડીસી બીઆરએલ ટ્રાન્પોર્ટ ના ગોડાઉન માંથી હાઇવા ટ્રક ની ઉઠાંતરી કરી હતી. વડોદરાના નરેન્દ્રસિંહ ચાવડા એ ટ્રક અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કેડિલા ફાર્મા કંપની નજીક બી.આર.એલ. ટ્રાન્સપોર્ટના ગોડાઉન સામે રોડ પર પાર્ક કરી હતી જેની ગત 10 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન રાત્રી તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા જેની અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તો બીજી ઘટનામાં અંકલેશ્વરના ફરીદ ખાનને ત્યાં 26 મી માર્ચના 2 બુકાનીધારી ચોરો એ ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે ઘટના કંપની ના સીસીટીવી કેમેરામાં તેમજ જીઆઇડીસી ના અને રાજપીપલા ચોકડી ના સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી. જે અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્રીજો બનાવમાં ગોયાબાજર કાનુગાના મો.સલમાન શેખ 15 મી માર્ચના રોજ રાત્રીના હલીમશા દાતાર ભંડારી દરગાહ નજીક કામ અર્થે આવ્યા હતા દરમિયાન તેમની સુઝીકી એક્સેસ મોપેડ થી ચોરી થઇ જવા પામી હતી જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...