તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીના CCTV:અંકલેશ્વરની યુ.પી.એલ.કંપની નજીક આવેલ ગોડાઉનમાં ચોરી, સેફટીના સાધનોની ચોરી તસ્કરો ફરાર

ભરૂચએક મહિનો પહેલા
  • પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી

અંકલેશ્વરની સિવિલ કોર્ટ રોડ ઉપર આવેલી દિલ્હી ટ્રેડિંગ કંપનીના ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી વિવિધ સેફટીના સાધનો મળી અંદાજિત 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરની સિવિલ કોર્ટ રોડ ઉપર આવેલ દિલ્હી ટ્રેડિંગ કંપનીનું ગોડાઉન આવેલું છે જે ગોડાઉનને આજરોજ વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કોપરનું વિવિધ મટિરિયલ મળી અંદાજિત 2 લાખથી વધુના મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

સવારે ગોડાઉનના સંચાલક પ્રવીણ ગોહિલે ગોડાઉન ખોલી જોતાં અંદર ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેઓએ ગોડાઉનમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં તેમાં ત્રણ તસ્કરો નજરે પડ્યા હતા ચોરી અંગે તેઓએ પોલીસ મથકે જાણ કરી છે પોલીસે ચોરી અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...