રક્તદાન કરી સેન્ચુરી લગાવી:ઉતરાજ ગામના યુવકે 100 વખત રક્તદાન કરી યુવકોને પ્રેરણા આપી

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મેશ પટેલને બ્લડ ડોનેશન કેમ્પની જાણ થતાં જ રક્તદાન કરવા પહોંચ્યો
  • એક યુનિટ રક્તદાનથી 1 વ્યક્તિ અથવા 3 વ્યક્તિને જીવતદાન મળે છે

હાંસોટ તાલુકાના ઉતરાજ ના યુવાને 100 મી વાર રક્તદાન કરી સેન્ચુરી મારી હતી. ઉતરાજના ધર્મેશ રતિલાલ પટેલ બ્લડ ડોનેશન કેમ્પ જાણ થતાં જ રક્તદાન કરવા પહોંચી રક્તદાન કરી ધન્યતા અનુભવે છે. 1 યુનિટ રક્તદાન થી 1 વ્યક્તિ અથવા 3 વ્યક્તિને જીવતદાન મળે છે. આજની યુવા પેઢી રક્તદાન માટે જાગૃત બનતા તેઓ ગર્વ અનુભવે છે.

અંકલેશ્વરના રોટરી નહાર કુમારપાળ બ્લડ બેંક ખાતે આજે યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી આ રક્તદાન શિબિર માં હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ ના વતની ધર્મેશભાઈ રતિલાલભાઈ પટેલ રક્તદાન કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી 99 વાર રક્તદાન કરી ચુક્યા છે. સ્વૈચ્છીક રીતે સ્વયંભૂ આવી રક્તદાન કરી પોતાના રક્તદાનનો આંક 100 પર પહોંચાડ્યો હતો. અને રક્તદાન ક્ષેત્રે તેવો 100 મી વાર રક્તદાન કરી સેન્ચુરી લગાવી હતી.

રક્તદાન કરતા તેઓ જણાવ્યું હતું કે એક રક્ત યુનિટ ના મળે તો દર્દી જીવ જોખમમાં મુકાઈ છે કેટલીકવાર દર્દી જીવ પણ ગુમાવે છે ત્યારે રક્તદાન કરવાની આપણે કોઈ તકલીફ થતી નથી આવા સંજોગોમાં રક્તદાન કરી આપણે અન્ય નો જીવ બચાવી શકીએ છે. એક રક્તદાન એક જીવન અને ક્યારેક આપણા રક્તદાન વડે 3 વ્યક્તિ ના પણ જીવ બચી શકે છે ત્યારે રક્તદાન કરી લોકોને નવજીવન આપવા આજની યુવા પેઢી ને અનુરોધ કરું છે.

અન્ય સમાચારો પણ છે...