રજુઆત:અંકલેશ્વરમાં યોજાનારો ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો રદ કરવા યુથ કોંગ્રેસનું આવેદન પાઠવ્યું

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાનો અમલ કરવા માગણી

અંકલેશ્વર યુથ કોંગ્રેસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો રદ કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે જિલ્લા કલેક્ટર એ બહાર પાડેલ જાહેરનામા અમલ કરવા માંગ કરી હતી. જિલ્લામાં અંકલેશ્વર કોરોના વકરતી જતી કોરોના સ્થિતિ ધ્યાને લઇ એક્ષ્પો રદ કરવા માંગ કરી હતી.

કોરોના મહામારી ને ધ્યાન મા લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ ના તારીખ 03/01/2022 ના પરિપત્ર અનુસાર જાહેર સ્થળો પર કોઈ પણ વ્યક્તિ 4 થી વધુ નહિ ભેગા કરવા અને સભા સરઘસ જેવા કાર્યક્રમો પર તારીખ 18 જાન્યુઆરી 2022 સુધી પ્રતિબંધ રાખવામાં આવેલ છે તેવો પરિપત્ર મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં અંકલેશ્વર GIDC સ્થિત D.A આનંદપુરા કલચરલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તારીખ 06/01/2022 થી તારીખ 08/01/2022 દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 અંકલેશ્વર નું આયોજન કરવામાં આવેલ છે જેમાં 250 જેટલા ઇન્ડસ્ટ્રીયલ સ્ટોલ રાખવામાં આવશે અને લગભગ અંદાજીત 10000 જેટલા વ્યક્તિ આ કાર્યક્રમ માં ભાગ લે એવું કહેવામાં આવેલ છે આ કાર્યક્રમની રૂપરેખા ankleshwar Expo ની વેબસાઈટ પર પણ મુકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...