તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:લગ્નવાંછુક યુવાનને વેબ સાઈટ પર લૂંટેરી દુલ્હનનો ભેટો થયો

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવાડાની દુલ્હને લગ્ન પહેલાં જ યુવક પાસેથી 13.79 લાખ ખંખેર્યા

અંકલેશ્વરના લગ્નવાંછુક યુવાનને મેટ્રોમોનિ સાઈટ પર લૂંટેરી દુલ્હનનો ભેટો થયો હતો. હાવડાની લૂંટેરી દુલ્હન લગ્ન પહેલા જ 13.79 લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા પડાવ્યા બાદ પણ લગ્ન ના કરતા અંતે છેતરાયેલા દુલ્હાએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભેજાબાજ દુલ્હન સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બનાવ ની વિગતો અનુસાર અંકલેશ્વર ગડખોલ પાટિયા ખાતે આવેલ શ્યામધામ સોસાયટી માં રહેતા અમિતકુમાર સામંત લગ્ન વાંછુક હોય લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો જેને બેંગાલી મેટ્રોમોનિયલ સાઈડ પર પોતાનું એકાઉન્ટ ખોલાવી લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો તે દરમિયાન તને લીલુહાં હાવડા પશ્ચિમ બંગાળ ની સુપ્રિયા તપનદાર મજુમદાર નામની યુવતી ફોટો પસંદ પડતા સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપ પર વાતચીત શરુ કરી હતી જેમાં સુપ્રિયા એ અમિતકુમાર ને વિશ્વાસ માં લઈ તેની પાસે પ્રથમ ઇજા અને ઓપરેશનના બહાને રૂપિયા પડાવ્યા હતા.

ત્યારબાદ તેમની પાસે થી 13.79 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી. લગ્ન ની વાત આવતાજ સુપ્રિયા ટાળવા લાગી હતી. રૂપિયા પરત માગતાજ વતચીત કરવાનું બંધ કરી દીધું હતું જેને લઇ અમિતકુમાર સામંતને છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાંજ તેવો આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...