તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાત્મય:માર્કંડેશ્વર મહાદેવ પરથી ગામનું નામ માંડવા પડ્યું

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂના માંડવા ગામે નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક મંદિરનું અનેરું મહત્વ

તપોભૂમિ અંકલેશ્વરમાં અનેક ઋષિમુનિઓ તપને સાધના કરી ભગવાન ભોળા શંભુને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ અહીં ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઇ હતી. અહીં શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા છે. અંકલેશ્વર ખાતે અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. આ પૈકી માર્કંડ ઋષિ દ્વારા જે સ્થળે તપ કરી ભગવાન શિવની સાધના કરી હતી. તે સ્થળ એટલે જુના માંડવા ગામ ખાતે આવેલા માર્કંડ ઋષિ આશ્રમ સ્થળ. અહીં માર્કંડ ઋષિ નર્મદા નદી કિનારે નિત્ય સવારે પૂજન અર્ચન કરતા હતા અને આશ્રમ ખાતે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા.

ભગવાન શિવ અહીં સ્વયંભૂ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા. માર્કંડ ઋષિ દ્વારા ભગવાન શિવના આ શિવલિંગની સ્થાપના કરતા તે માર્કંડેશ્વર મહાદેવ તરીકે અહીં બિરાજમાન થયા હતા. ભક્તોના દુઃખ દૂર કરવાની સાથે સાથે ભગવાન શિવ અહીં લોકો ઈચ્છા પણ પૂર્ણ કરે છે.તેવી માન્યતા છે. નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે અહીં આવેલા ગામ ટેકરા પર પુનઃ વસાવવામાં આવ્યું હતું. જોકે મંદિર આજે પણ જૂના માંડવા ગામ ખાતે છે. આજે પણ ગ્રામજનો નિત્યક્રમ અહીં પૂજા કરી કરે છે. આજ મંદિરથી 200 મીટર અંતર પર માં અંબાજીનું પણ મંદિર આવેલું છે.

માં અંબાની આરતી રચેતા શિવાનંદ સ્વામીમાં અંબાની આરતીની રચના માટે અનેક સ્થળે ગયા હતા પરંતુ અંતે તેવો ઈસ 1601માં તાપી નદી એટલે કે સુરતથી અહીં માર્કેડ ઋષિના આશ્રમ ખાતે આવ્યા હતા અને અહીં માર્કંડેશ્વર મહાદેવની પૂજા સાથે અંબાની આરતીની રચના કરી હતી. 419 વર્ષ પૂર્વે તેવો માર્કંડ ઋષિ આશ્રમમાં આવી નિત્ય માં નર્મદા નદીના પૂજન કરી માં અંબા અને ભગવાન શિવની આરાધના કરી માં અંબાની આરતીની રચના કરી હતી.

જે આજે 400 વર્ષ બાદ પણ માં અંબાની આરતી ગવાઈ રહી છે તેમાં પણ માર્કંડ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે માંડવા ગામનું નામ પણ માર્કંડ ઋષિના નામ પરથી પૂજાતા ભગવાન શિવના માર્કંડેશ્વર મહાદેવ પરથી આવ્યું છે કાળક્રમે અપભ્રંશ થઈ હાલ માંડવા- બુઝર્ગ ગામ તરીકે ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...