દુર્ઘટના:પીરામણ નાકા પાસે પોલીસના ટ્રાફિક પોઇન્ટ સાથે વાહન અથડાતા તૂટ્યું

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઉભું કરેલું સ્ટ્રક્ચર પડતા ચર્ચાનો વિષય બન્યો
  • સ્ટ્રક્ચર હટાવી વાહન વ્યવહાર પૂર્વવત્ત કરાયો

અંકલેશ્વર શહેર પીરામણ નાકા પર પોલીસ દ્વારા ઉભું કરેલું ત્રાફિક પોઇન્ટ તોડી પાડી વાહન ચાલક ફરાર થઈ ગયા હતા મોડી રાત્રીના ઘટના હતી. પોલીસ દ્વારા ઉભું કરેલું સ્ટ્રક્ચર પડતા ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા ત્રાફિક ને અડચણ રૂપ બને એ પૂર્વે તેને હટાવી લેવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જે સ્થળે પોલીસ જવાનો અને બી.ટી.ઈ.ટીના જવાનો ટ્રાફિક નિયમન કરી શકે એવી ચોકડી પર રસ્તા વચ્ચે ઉભા રહેવા માટે નું સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે.

પોલીસ પોઈન્ટ રૂપે અંકલેશ્વર નગરપાલિકા પાસે પીરામણ નાકા મહિના પૂર્વે ઉભું કરવામાં આવ્યું હતું. જ્યાં સુરતી ભાગોળ, ચૌટા નાકા અને જી.ઈ.બી રોડ તેમજ સ્ટેશન રોડ ઉપર થી આવતા વાહનોનું નિયમન કરવામાં આવે છે જે સ્ટ્રક્ચર ને ગત રાત્રી ના અજાણ્યા વાહન ચાલક તોડીને ફરાર થઇ ગયો હતો. રાત્રી ના આખું સ્ટ્રક્ચર ઉખડી ને પાછળ રહેલા વીજ પોલ પર પડ્યું હતું. સવારે આ નમી પડેલા સ્ટ્રક્ચર લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતો. આ અંગે શહેર પોલીસ દ્વારા ત્વરિત અસર થી સ્ટ્રક્ચર ક્રેન ની મદદ થી ત્યાંથી ઉપાડી સાઈડ પર કરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...