અંકલેશ્વરમાં મિત્રની હત્યા-લૂંટ:બે મિત્રોએ જ પ્રેમિકા સાથે લગ્ન કરવા અને દેવું વધી જતાં મિત્રની હત્યા-લૂંટ કરી હતી

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હત્યા કરનાર હત્યારાની તસવીર - Divya Bhaskar
હત્યા કરનાર હત્યારાની તસવીર
  • અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે બે દિવસમાં જ ઉકેલ્યો
  • હત્યા કરી ભાગેલા 2 હત્યારા પૈકી એકને રતલામથી પકડ્યો, રેલવે પોલીસની મદદથી ભરૂચ લવાયો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રેમિકા સાથે લગ્ન કરવા તેમજ અન્ય મિત્રને માથે દેવું વધી જતાં રૂપિયા માટે હત્યા કરી હોવાની ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી.

અંકલેશ્વરમાં ગત 17નવેમ્બરે મીરા નગર પાછળ આવેલી હોટલ નર્મદા ગેટ પાસેની ઝાડીમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર મિથિલેશ સિંહ પ્રમોદ સિંહ રહે. શાંતિનગર અને મૂળ આઝમગઢ યુ.પી. નો હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે પોલીસે ઊંડાણમાં તપાસ કરતા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા તેના જ 2 મિત્રોએ હત્યા કરી હોવાની વિગતો સામે આવી હતી.

બંને મિત્રો હત્યા કરી વતન તરફ ભાગ્યા હોવાની વિગતો સપાટી પર આવતા ભરૂચ એલસીબી પોલીસની ટીમે આર.પી.એફ તેમજ રેલ્વે પોલીસને શકમંદના નામ અને ફોટો મોકલી આપ્યા હતા. જે પૈકી સુરત મુઝફ્ફર નગર જતી ટ્રેનમાંથી રતલામ પોલીસે અરુણ ચરણજીત સિંગ ઠાકોરને ઝડપી પાડ્યો હતો.

મીરાનગરમાંથી મળી આવેલ મૃતક યુવક
મીરાનગરમાંથી મળી આવેલ મૃતક યુવક

PFના રૂપિયા માટે હત્યા
અરુણ ઠાકોર ને તેની વતન ખાતે રહેતી પ્રેમિકાની લગ્ન માટે દબાણ કરતા તેના લગ્ન કરવા અંકલેશ્વર લઇ આવ્યો હતો કોર્ટ મેરેજ કરવા રૂપિયા ની જરૂર હતી.તો બીજા મિત્ર રંજન માથે દેવું વધી જતાં રૂપિયા જરૂર ઊભી થઇ હતી. જે રૂપિયા માટે મિથિલેશ ના પી.એફ ના નાણાં માટે બંને મિત્રોએ હત્યાનો પ્લાન ઘડી ફરવા જવાનું કહી લઇ જઈ હત્યા કરી હતી.

રૂપિયાના બદલે હવે જેલ
સાથી કર્મચારી અને મિત્ર એવા રંજન અને અરુણ ઠાકર જે પી.એફ. ના નાણાં માટે પોતાના સાથી મિત્ર મિથિલેશ ની હત્યા કરી હતી. તે રૂપિયા માટે તેના રૂમ ની ચાવી મેળવી એ.ટી.એમ પણ રૂમ થી ચોરી કર્યું પણ રૂપિયા ઉપાડવા જતા પી.એફ. ના રૂપિયા પણ હજી ખાતા માં જમા થયા ના હતા. જે રૂપિયા માટે હત્યા કરી તે રૂપિયા પણ ના મળ્યા અને જેલના સળીયા મળ્યા હતા.

રતલામ પોલીસની સમય સુચકતાથી આરોપી ઝડપાયો
અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. જે એન ઝાલા અને અંકલેશ્વર જીઆઇડીસી પી.આઈ. આર.એન કરમટીયા દ્વારા પી.એસ.આઈ સાથે ટેક્નિકલ સર્વેલન્સથી મળેલી ચોક્કસ બાતમી આધારે આર.પી.એફ અને રેલ્વે પોલીસ માં આરોપી ના ફોટો અને નામ મેસેજ કર્યા હતા સુરત થી નીકળેલી સુરત મુઝફ્ફર નગર એક્સપ્રેસ વડોદરા બાદ સીધી રતલામ પહોંચી હતી. જ્યાં જનરલ ડબ્બા માં બેઠેલા અરુણ ઠાકોર ને મધ્ય પ્રદેશ રતલામ પોલીસ અને આર.પી.એફ ની સમય સુચકતા વાપરી ઝડપી પાડ્યો હતો. અન્ય એકને પકડવાની કવાયત ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...