અનોખી પરંપરા:નવરાત્રિની આદિવાસી પરંપરા એટલે ઘેરૈયા નૃત્ય, અંકલેશ્વરના યુવાનો 9 દિવસ સ્ત્રી વેશ ધારણ કરે

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોર્યાસી ભાગોળના આદિવાસી સમાજના યુવાનો નવરાત્રિમાં વ્રત માટે ગૃહત્યાગ કરે છે

નવરાત્રીની આદિવાસી પરંપરા એટલે ઘેરૈયા નૃત્ય. અંકલેશ્વરમાં આદિવાસી સમાજની આજે સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરા જાણવા આજની યુવા પેઢી પણ હવે આગળ આવી રહી છે. અંકલેશ્વર ચોર્યાસી ભાગોળ ના આદિવાસી સમાજ ના યુવાનો 9 દિવસ સ્ત્રી વેશ ધારણ કરી ગૃહ ત્યાગ કર્યો છે. નવ દિવસ ઘેર મંડળ ઘેર ધારણ કરી 9 દિવસ વિવિધ સ્થળો યોજાતા શેરી ગરબા સ્થળે તેમજ મંદિરે ઘેરૈયા નૃત્ય એટલે ગરબા કરશે. દાન માં મળતા અનાજ તેમજ દાન મેળવી માતાજી ના મંદિર ના ઉત્થાન માટે ખર્ચ કરવામાં આવતો ખર્ચ એક તબ્બકે અંકલેશ્વર 5 થી વધુ ધેરૈયા મંડળી હતી.

માં અંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. સર્વે માઇ ભક્તો માતાજી ની પૂજા માં આજ થી લીન બનશે. આ વચ્ચે અંકલેશ્વર એક એવો પણ સમાજ છે. જે હજારો વર્ષોથી ચાલી આવતી પરંપરા ને આજના આધુનિક યુગ પણ જાળવી રાખી છે. અંકલેશ્વર માં વસતા આદિવાસી સમાજ દ્વારા નવરાત્રી દરમિયાન પુરુષ દ્વારા સ્ત્રી વેશ ધારણ કરી માતાજી ની આરાધના કરવા નો પર્વ એટલે ઘેરૈયા નૃત્ય. આ ગરબા મંડળી માં એક બિલાડી જે ધંટ બાંધી તેમજ એક મુખી હોય છે જે ઘેર ને બુરી નજર થી બચાવે છે તેમજ તેના શરીરે ધંટ બાંધેલો હોય છે જે જેમ જેમ ચાલે તેમ તેમ ઘંટ નાદ થાય છે.

ત્યારે સ્ત્રી વેશ ધારણ કરેલ યુવાન ઘેરૈયાની 20 થી 30 સભ્યો ની ટોળકી ગરબા -દાંડિયા સાથે ઘેર નૃત્ય કરે છે. અને આ નવ દિવસ માતાજી આરાધના માં લિન બની પરિવાર તેમજ ઘર નો ત્યાગ કરી તેઓ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ ગરબા સ્થળ તેમજ વિવિધ મંદિર અને જ્યાં માનતા રાખી હોય તેવા શેરી તેમજ પરિવાર ના ધરે પહોંચી ઘેર પહેરી ઘેરૈયા નૃત્ય રજૂ કરે છે.

અન્ય સમાચારો પણ છે...