તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા એશિયન પેઇન્ટસ લિમિટેડ કંપનીમાં ગત 23 ઓક્ટોબરે ઓનલાઇન બુકિંગ કરી અંકલેશ્વર પટેલનગર ખાતે રહેતા સંદીપગીરી ધીરજગીરી ગોસ્વામીનો સંપર્ક થયો હતો. કંપનીમાંથી માલ પહોંચાડવા ટ્રક માલિક એવા સંદીપગીરીએ 2 ટ્રકમાં એશિયન પેઇન્ટ્સ કંપનીમાં સીલીગુડી વેસ્ટ બંગાળ ખાતે મોકલવાનો 31 લાખ ઉપરાંતનો માલ ભર્યો હતો તેમજ એક ટ્રકમાં જલંધર પંજાબ ખાતે મોકલાવનો રૂા. 33.33 લાખનો માલ ભર્યો હતો. જે અંગે ભાડા રૂપે 1.75 લાખ રોકડ લીધા હતા અને બંને ટ્રક માલ ભરી રવાના થઇ હતી.
જોકે નિયત સમય સુધી માલ જગ્યા પર નહીં પહોંચતા એશિયન પેઇન્ટ્સ કંપનીને છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું બહાર આવતા જીઆઇડીસી પોલીસ મથકે ટ્રાન્સપોર્ટર કમ ટ્રક માલિક સંદીપગીરી ગોસ્વામી, ટ્રક ચાલક ફરહાન ગુલફામ અને ઈરફાન નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રૂા. 64.42 લાખની છેતરપિંડી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.