તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં કોરોના અંગેની સુરક્ષા ઘટી તો સંક્રમણે ગતિ પકડી

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • GIDCમાં મલ્ટીનેશનલ કંપનીઓ સહિત નાની કંપનીમાં કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો

અંકલેશ્વર સહીત જિલ્લામાં કોરોના ને ગતિ પકડી છે. અને છેલ્લા 3 દિવસ માજ 50 થી વધુ કોરોના દર્દી નોંધાયા છે. જે માત્ર સરકારી રેકર્ડ આધારિત છે. જયારે ખાનગી હોસ્પિટલ માં કોરોના દર્દી થી હાઉસ ફૂલ થઇ રહ્યા છે જેમાં કંપનીઓ સાથે ટાઇઅપ કરેલ કેટ્લીક ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દી કંપની માંથી આવતા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર ની એક નામાંકિત કંપની જેને કોવીડ અંગેની દવા માં સંશોધન કરી પેટર્ન મેળવી કોરોના અંગે ની દવા બનાવવા માં અગ્રેસર બની છે.

તેજ કંપની માં કોરોના દર્દી 10 થી વધુ સામે આવ્યા છે એક તબક્કે 30 કરતા વધુ કોરોના દર્દી હોવાનું પણ કંપની કેટલાક કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું હતું જો કે કંપની દ્વારા આ બાબતે સત્તાવાર પુષ્ટિ આપી નથી રહ્યા તો અંકલેશ્વર ની ઓએનજીસી કંપની કોલોની માં પણ કોરોના દર્દીનો રાફડો ફાટ્યો હોવાનું બહાર આવી રહ્યું છે અને તેવો સારવાર વડોદરા ની ભાયલાલ અમીન હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.જેને લઇ ઓફિસ બેરેક તેમજ ફિલ્ડ માં કામ કરતા કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, દહેજ જીઆઇડીસી માં નોકરિયાત વર્ગ ઉપરાંત ઓફિસ કર્મચારીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. જેવો ખાનગી હોસ્પિટલ માં સરકાર લઇ રહ્યા છે. જેનો આંક બહાર આવી નથી રહ્યો તેમજ સત્તાવાર નોંધ પણ જોવા નથી મળી રહી. આ વચ્ચે અગાવ કોરોના દર્દી અંગે ઇન્ડસ્ટ્રીઝને લગતી એસ.ઓ. પી તેમજ જરૂરી ટીમ બનાવી હતી જે ટીમ નિષ્ક્રિય જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો