આજે પણ ગ્રામ્ય કક્ષાએ અસલ હોળી એટલે હોલાળીયાની હોળીને ગણવામાં આવે છે. પરંપરાગત હોળી અનુલક્ષીને હોલાળીયા બનાવવાની પદ્ધતિ આજે પણ અકબંધ છે. આજે ગોબર સ્ટીક વડે વૈદિક હોળીનું ચલણ વધી રહ્યું છે. ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં વડીલોપાર્જિત હોલાળીયા હોળી વડે પર્યાવરણ ના જતન ની પરંપરા આજના આધુનિક યુગમાં પણ ગ્રામ્ય માં જીવંત જોવા મળી રહી છે. અંકલેશ્વર ના જુના કાંસીયા ગામ ખાતે આજે પણ હોળીના 15 દિવસ પૂર્વેજ ગામની કુંવારિકાઓ ગાય નું છાણ એકત્ર કરી વિવિધ આકારોના હોલાળીયા બનાવી તેનો હાર બનાવે છે. આ કળાને જીવંત રાખવી સારી બાબત છે.
15 દિવસ પૂર્વે તૈયારી કરાવી પડે છે
હમણાં લોકો વૈદિક હોળી નું વિચારતા થયા છે પણ આપણા પૂર્વજો એ એ પૂર્વે જ વિચારી હોળી માં ઇકોફ્રેન્ડલી રીતે હોલાળીયા બનાવી હોળી ઉત્સવ ની શરૂઆત કરી ચુક્યા છે. અમે 15 દિવસ પહેલાંથી હોલાળિયા બનાવવાની શરૂઆત કરી દઇએ છીએ. - પ્રીયાંશી પટેલ, નવા કાંસીયા , હોલળીયા
હોલાળીયા એટલે શું ?
હોલાળીયાનું સર્જન ગાય ના છાણ માંથી થાય છે. છાણ ને એકત્ર કરી તેને હળવો નરમ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. જેને વિવિધ નાના આકાર આપી તેના માં વચ્ચે ગોળ કાળું પાડી દેવામાં આવે છે. અને તેને સુકવી દેવામાં આવે છે. જે સુકાઈ ગયા બાદ તેને એક દોરા અથવા કાંઠી માં પરોવી તેનો હાર તૈયાર કરવામાં આવે છે. જે જ્યાં હોળી પ્રગટાવે ત્યારે આ હોલાળીયા ના હાર વડે તેની સજાવટ કરી હોળી નું સ્વરૂપ આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.