તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:અંકલેશ્વરમાં 15 દિવસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાની ત્રીજી ઘટના, સગીરાના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં મુક્યા હતા

અંકલેશ્વર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અંકલેશ્વરમાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ સગીરા અને બાળકી સાથે દુષ્કર્મની ત્રીજી ઘટના બની છે. પ્રથમ ઘટનામાં યુવાને સગીરાને બર્થે પાર્ટીમાં બોલાવી દારૂનો નશો કરાવી દુષ્કર્મ આચર્યું હતું. બીજી ઘટનામાં પાડોશી યુવાને 5 વર્ષીય બાળકીને બિસ્કિટ આપવાની લાલચે શૌચાલયમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્રીજી ઘટનામાં પરપ્રાંતીયોના વિસ્તારમાં વધુ એક 15 વર્ષીય સગીરાને સ્થાનિક યુવાન રિદ્ધેશ વિશ્વકર્માએ પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ સગીરાએ તેની સાથે પ્રેમ સબંધ રાખલાનો ઈન્કાર કરતાં રિદ્ધેશ વિશ્વકર્માએ સગીરાની બીભત્સ તસવીરો અને લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી રહ્યો હતો. જેથી સગીરાએ પરિવારજનોની મદદથી શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રિદ્ધેશ વિરુદ્ધ નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...