તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોઇદરા ગામે 3 મહિના પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીકલીગર ગેંગના રીઢા ચોરની ધરપકડ કરાઇ

ગત 14 મી ઓક્ટોબર 2020 ના રોજ અંકલેશ્વર તાલુકા ના બોઈંદરાખાતે રહેતા ભૂપતસિંહ ડોડીયા પોતાના ઘર સામે આવેલ બીજામકાનમાં સુવા ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘર માં રહેલ 80હજાર રૂપિયા રોકડા તેમજ ચાંદી ના 7 સિક્કા મળી 82 હજાર રૂપિયા ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે તેમને જાણ થતા આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

દરમિયાન આજરોજ આ ચોરીમાં સંડોવાયેલ શકમંદ ભરૂચીનાકા વિસ્તાર માં ફરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે આધારે શહેર પોલીસ ની ટીમે વોચ ગોઠવી હતી પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પુનમ સિંગ જગદીશસિંગ સીકલીગર નજરે પડતા તેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને શહેર પોલીસ મથકે લઇ આવી તેની પૂછપરછ કરતા તેને ચોરી ની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ આરંભી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો