તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરની પાનોલી GIDCની ટોપીવાળા ક્રીમ્પર્સકંપનીમાં 1.43 લાખ રૂપિયા ની મશીનરી ચોરીનો ભેદ ઉકેલવામાંમાં પોલીસ ને સફળતા હાથ લાગી છે. ગત 12 જુલાઈ નારોજ કંપની ચોરી થઇ હતી. જે ચોરીમાં સંડોવાયેલ ઈસમને પેરોલ ફર્લો સ્કોર્ડએ ઝડપી પાડ્યો હતો. અને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત 12 જુલાઇના રોજ પાનોલી જીઆઇડીસી માં છેલ્લા 1 વર્ષથી ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તસ્કરો ત્રાટકયા હતા,
અને કંપનીના લોહીયા પ્લાન્ટની બારીકોઈ સાધન વડે કે હથિયાર વડે કાપી અંદર પ્રવેશ્યા હતા અને અંદર મુકેલા મોટર દશ, ટ્રાન્સફર્મર માંથી કોપરવાયર તેમજ એલ્યુમિનિયમ કોપ્સ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે અંગે કંપનીના મેનેજર પ્રદીપમિશ્રાને જાણ થતા તેવો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે તાલુકાપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.43લાખ રૂપિયાની મશીનરી અને સાધનો નીચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
જે ચોરી સુરત ના કીમ ખાતે આવેલ ગોવિદ નગર સોસાયટી માં રહેતા દિલીપ ભેરૂમલ શાહનું નામ બહાર આવ્યું હતું. જે પોલીસ પકડથી નાસતો ફરતો હતો જે અંગે પેરોલ ફર્લો સ્કોર્ડ ને માહિતી મળતા પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ કીમ ખાતે માહિતી આધારે તેના ઘરેથી દિલીપ શાહને ઝડપી પાડ્યો હતો તેની પાસે 1.43 લાખની મશીનીરી રિકવર કરવા રીમાન્ડની તજવીજ આરંભી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.