દુર્ઘટના:અંકલેશ્વરમાં રોડ તૂટી જતાં ટેન્કર એક સાઇડ પલટી ગયું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇડ પર આવેલાં ઝૂંપડાને નુકસાન : જાનહાનિ ટળી

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર સિમેન્ટ કોન્ક્રીટ ભરેલ ટેન્કર પલ્ટી મારી જતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ કોન્ક્રીટ રો મટીરીયલ ભરી એક ટેન્કર પસાર થઇ રહ્યું હતું જે બાપુનગર પાસેથી પસાર થતી વેળા રોડની સાઈડ પર ડામરનો ભાગ તૂટી પડતા ટેન્કર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને ટેન્કર રોડ સાઈડ પર પલટી મારી ગયું હતું જ્યાં એક ઝુંપડાના કાચા બાથરૂમ અને અન્ય ભાગ પર પડતા તે ભાગ પણ કડકભૂસ થઇ ગયો હતો. સદ્દનસીબે ત્યાં કોઈ ના હોવાથી જાનહાની ટળી હતી. ઘટનાને પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...