ફરિયાદ:પીરામણ તથા આસપાસના વિસ્તારમાં ગેસની દુર્ગંધ ફેલાઇ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેજવાબદાર ઉદ્યોગોએ ગેસ છોડ્યો હોવાની ફરિયાદ ઉઠી

અંકલેશ્વર માં ગત રાત્રી ના પુનઃ હવા ની ગુણવત્તા બગડી હતી. ગત રાત્રી ના હવા દિશા અંકલેશ્વર શહેર તરફ રહેતા રાત્રી ના અંકલેશ્વર શહેર સ્ટેશન વિસ્તાર, ત્રણ રસ્તા સર્કલ પીરામણ નાકા વિસ્તાર માં હવા માં રહેલ રસાયણ ને લઇ તીવ્ર વાસ આવતી હતી તો જમીન થી 15 ફૂટ ઉપર કેમિકલ યુક્ત હવાનું આવરણ જોવા મળ્યું હતું તો પીરામણ ગામ ખાતે પણ ગ્રામજનો એ દૂષિત હવા નો અનુભવ કર્યો હતો.

રાત્રી ના હવા પ્રદૂષણ બાદ સવારે આમલાખાડી પીરામણ ગામ ખાતે પુનઃ એકવાર ફીણ યુક્ત રાસાયણિક પાણી આવરણ જોવા મળ્યું હતું. જેમાં ભંગાર માર્કેટ તેમજ પમ્પીંગ સ્ટેશન નો પાળો ઉભરાયો હતો. જેને લઇ કેમિકલ યુક્ત ફીણ યુક્ત પાણી વહેતુ જોવા મળ્યું જેને લઇ પુનઃ એકવાર આમલાખાડી દૂષિત બની હતી તેના એક દિવસ પૂર્વે જ અમરાવતી નદી માં પણ પ્રદૂષિત પાણી આવતા જળચર સૃષ્ટિનો નાશ થયો હતો જે અંગે જીપીસીબીએ માં ફરિયાદ કરવામાં આવી હતી. લગાતાર જળ અને હવા પ્રદુષણ ને લઇ પર્યાવરણ પ્રેમી માં રોષ ફેલાયો હતો.

હવા પ્રદૂષણ અંગે શિયાળા તેમજ ચોમાસા દરમિયાન ભેજ યુક્ત વાતાવરણ વચ્ચે રાત્રીના ઇન્સિલેટર બંધ કરવા માટે જે ગાઈડ લાઈન બનાવવામાં આવી છે. તેનું પાલન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. એટલું જ નહિ જે તે ઔદ્યોગિક વસાહત નો ઘન કચરો તેમજ પ્રદુષિત પાણી નિકાલ તે જ ઔદ્યોગિક વસાહત માં કરવામાં આવે તે માટે જરૂરી પગલાં ભરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...