પક્ષી પ્રેમ:રાજ્યના શિક્ષણ મંત્રી કબૂતરના ઝુંડ જોઈ ચણ નાખવા કારમાંથી ઉતરી ગયા

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતથી વડોદરા જતાં શિક્ષણ મંત્રીએ વાલિયા ચોકડી પાસે કબુતરો જોતાં કાર રોકાવી

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અંકલેશ્વર ખાતે પક્ષીઓ ને દાણા ખવડાવતા વિડીયો વાયરલ થયો છે. જેમાં સુરત થી વડોદરા તરફ રાજ્ય ના શિક્ષણ મંત્રી નેશનલ હાઇવે નંબર 48 પર થી જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે કબૂતરનું વિશાળ ઝુંડ તેમની નજરે પડ્યું હતું. જે જોઈ અચાનક તેમને પક્ષીઓ ને ચર આપવાનો વિચાર આવ્યો અને પાયલોટ ગાડી સાથે પોતાની ગાડી વાલિયા ચોકડી પર ઉભી રાખી દીધી હતી.

જ્યાં પક્ષીઓ માટે નજીક ની દુકાન માંથી દાણ મેળવ્યું હતું અને પક્ષીઓ ને તેની પાસે જઈ દાણા નાખવા લાગ્યા હતા મંત્રી આ પક્ષી પ્રેમ ને ત્યાં ઉપસ્થિત લોકો કુતુહલવશ જોતા રહ્યા હતા એટલું જ નહિ કેટલાક લોકોએ તેનો વિડીયો પણ ઉતારી લીધો હતો જે વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. માત્ર 1 મિનિટ ના રોકાણ અને પક્ષી ને દાણા નાખી ચુપચાપ મંત્રી ત્યાંથી વડોદરા તરફ જવા રવાના થયા હતા. જો કે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ પક્ષી પ્રેમ ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...