વીડિયો વાયરલ:ચોરી કરવા આવેલાં તસ્કરો માલિક જાગી જતાં ભાગ્યાં

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વર જીઆઇડીસીમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થયો
  • CCTV ફૂટેજના આધારે પોલીસની તસ્કરોનું પગેરૂ શોધવાની કવાયત

અંકલેશ્વર માં તસ્કરો ચોરી ની એક પછી એક વારદાત ને અંજામ આપી રહ્યા છે. અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે આ ઘટના માં વધુ એક ઉમેરો જોવા મળ્યો છે. ગત 15 મી નવેમ્બર ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી માં રાત્રી 2.15 વાગ્યા ના અડસમાં ચોરી કરવા આવેલા 6 થી 7 તસ્કરો ભાગતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

વાયરલ વિડીયો જીઆઇડીસીના ગણેશ પાર્કનો હોવાનું સામે આવી રહ્યું છે. હાલમાજ ગણેશ પાર્ક -2 માં 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. અને કાર સાથે લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કરી ગયા હતા આ વચ્ચે તસ્કરો ભાગતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

જેમાં એક પછી એક 3 થી 4 ના ટોળા માં 8 થી વધુ તસ્કરો ભાગતા નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો અંગે ચોરી કરવા જે મકાનમાં તસ્કરો પહોંચ્યા હતા ત્યાં મકાન માલિક જાગી જતા તસ્કરો ઉભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...