ચોરી:અંકલેશ્વરના કોર્ટ રોડ સ્થિત દિલ્હી ટ્રેડિંગના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ તસ્કરો ગોડાઉનમાં ચોરી કરતા હોવાનું સીસીટીવીમાં દેખાયું

અંકલેશ્વર એસ.એ. મોટર્સથી કોર્ટ સંકુલ તરફ જતા માર્ગ પર દિલ્હી ટ્રેડિંગ ના ગોડાઉન ના સંચાલક પ્રવિણભાઈ ગોહિલ ગત રાત્રીના પોતાનું ગોડાઉન કમ ઓફિસને બંધ કરી ધરે ગયા હતા દરમિયાન રાત્રીના તસ્કરો તેમના બંધ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું. ગોડાઉનની બારીમાંથી 3 તસ્કરોએ અંદર પ્રવેશ્યા હતા.

ગોડાઉનમાં રહેલા સેફટીના સાધનો અને મશીનરી રૂપિયા 1.55 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરોની આ ચોરી સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. સીસીટીવીમાં 3 જેટલા તસ્કરો ગોડાઉનના અલગ અલગ ભાગમાં વિવિધ સાધનો ટટોલીને જાણે જે જરૂરિયાત હોય તેવા સમાનની ચોરી કરતા નજરે પડ્યા હતા વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં માં ઘટના બની હતી.

સવારે પ્રવિણ ગોહિલ ગોડાઉન પર આવ્યા ત્યારે ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે તેવો દ્વારા પ્રથમ સીસીટીવી તપસ્યા હતા જેમાં ચોરોનું કારસ્તાન જોવા મળ્યું હતું જે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતાં શહેર પીઆઈ. વિક્રમ રબારી તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એફ.એસ.એલ , ડોગ સ્કોર્ડની મદદ થી તસ્કરોના સગર મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. બનાવ સંદર્ભે પ્રવીણ ગોહિલ દ્વારા શહેર પોલીસ મથકે 1.55 લાખ રૂપિયાના સેફટીના સાધનોની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...