ચોરી:ભડકોદ્રામાં પોલીસ ચોકીથી 50 મીટરના અંતરે તસ્કરો ત્રાટક્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર માં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. તસ્કરોની હિંમત એટલી વધી જવા પામી છે કે પોલીસ ચોકી થી માંડ 50 મીટર અંતરે આવેલ ઓફિસને નિશાન બનાવી છે. ઘટના અંકલેશ્વર તાલુકા ના ભડકોદ્રા ગામ ની છે. ગત રાત્રી ના તસ્કરો શાલીમાર પાર્ક સોસાયટી કોમ્પલેક્ષ માં આવેલ સૂર્યા એન્ટરપ્રાઇઝ ની ઓફિસ ને નિશાન બનાવી હતી. જે ઓફિસ થી માંડ 50 મીટર અંતર પર પોલીસ ચોકી આવેલી છે.

તસ્કરો દુકાન ના શટર ના તાળા તોડી દુકાન માં પ્રવેશ્યા હતા જોક એક દસ્તાવેજી કાગળો સિવાય તસ્કરો ને કાંઈજ હાથ લાગ્યું ના હતું. અને તસ્કરો વીલા મોઢે પરત જવું પડ્યું હતું. ઘટના ઓફિસ આગળ લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. જે અંગે ઓફિસ સંચાલક જયેશભાઈ ને થતા તેવો દોડી આવ્યા હતા અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી. જોકે ઓફિસમાંથી ચોરી ન થતા ફરિયાદ નોંધાવી નહોતો.

અન્ય સમાચારો પણ છે...