કાર ચોરીના લાઈવ સીસીટીવી:અંકલેશ્વરમાં સેટઅપ બોક્સ રીપેર કરવાનું જણાવી તસ્કર ઘરમાં પ્રવેશ્યો; મોકો જોતા જ ચાવીની ઉઠાંતરી કરી ચોર કાર લઈને ફરાર

અંકલેશ્વર17 દિવસ પહેલા

અંકલેશ્વરમાં રહેતી ઇવેન્ટ મેનેજરની કારની ચોરી વિચિત્ર રીતે કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર ઘરમાં એકલા હતાં તે સમયે સેટઅપ બોક્સ રીપેરીંગના બહાને આવેલા તસ્કરો ઘરમાં પડેલી કારની ચાવી ઉઠાવી ગયો હતો. બાદમાં તક મળતાની સાથે જ કાર ચોરી ફરાર થઇ ગયો હતો.

ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી મહિલા અજાણ્યાને પ્રવેશ આપવું ભારે પડ્યું
તમારા ઘરમાં કોઇપણ અજાણ્યા વ્યક્તિ પ્રવેશ આપવો નહિં તે હિતાવહ રહેશે કારણ કે, અંકલેશ્વરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલા ભવ્યા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલા હતાં. તે સમયે એક અજાણ્યો વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો. પોતે ટાટા સ્કાયમાંથી આવે છે અને સેટઅપ બોક્સ રીપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો. માનસીએ તેને રીમોટ આપી પોતાના કામમાં લાગી ગયા હતાં. માનસી અને તેના પુત્રની નજર ચુકવી અજાણ્યો વ્યક્તિ ઘરમાં મૂકેલી કારની ચાવીની ઉઠાંતરી કરી ત્યાંથી નીકળી ગયો હતો.

પડોશીએ જણાવાયું એક વ્યક્તિ કાર લઈ ગયો હતો
તસ્કરના કારની ચાવી હાથમાં આવી ગયાં બાદ તે તક મળતાં ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જોકે માનસીએ કાર મકાનના આંગણામાં નહિ જોવા મળતા તેમણે તપાસ કરી હતી. જેમાં તેના પાડોશીઓએ જણાવ્યું હતું કે, બપોરે એક વ્યક્તિ તેની કાર લઇ ગયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. બનાવ અંગે કાર માલિકે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...