સેવાસેતુ:અંકલેશ્વરના પીલુદ્રા ગામમાં સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના પીલુદ્રા ગામમાં સાતમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. 13 વિભાગોની 57 સેવાઓનો આસપાસના ગામોના લાભાર્થીઓએ સીધો લાભ લીધો હતો. ક્લસ્ટર માં આવતા 10 થી વધુ ગામ ના 500 થી વધુ લાભાર્થી ઓ એ લાભ લીધો હતો.

અંકલેશ્વર તાલુકાનું પીલુદરા ગામ ની શાળા ખાતે સાતમા તબક્કાનું સેવા સેતુ કાર્યક્રમ તાલુકા પંચાયત અરવિંદ પટેલ.ઉપપ્રમુખ તૃપ્તિ જાની , મામલતદાર ની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં આસપાસ ના ગામો ના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમ માં 13 જેટલા વિવિધ વિભાગો ની 57 જેટલી સેવાઓનો લાભાર્થીઓ એ લાભ લીધો હતો જેમાં નાનામાં નાની સેવા જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય યોજના ના, આવકના દાખલા અને જાતિના દાખલા જેવી સેવાઓ ને તાત્કાલિક ધોરણે આવરી લેવામાં આવી હતી .

એક જ જગ્યા પર દરેક વ્યક્તિ વિનામૂલ્યે સેવાઓનો લાભ લીધો હતો .આ સેવા સેતુ કાર્યક્રમ માં જન સમસ્યા ઓના સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીનેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ નિતેન્દ્ર સિંહ દેવધારા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...