ધરપકડ:ચોરીની બે બાઇક ઝઘડિયાના ભંગારીયાને વેચનાર ઝડપાયો

ઝઘડીયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વરમાં રહેતા શખસના ઘરેથી બન્ને વાહનો ચોરી કર્યા હતા
  • પોલીસ પહોંચે​​​​​​​ તે પહેલાં જ ભંગારીયાએ સ્પેરપાર્ટસ છુટા પાડી દીધા

અંકલેશ્વર ખાતે રહેતા ભાવિન શાહ તા.1ના રોજ તેઓએ તેમની બે મોટરસાયકલો પોતાના ઘરની બાજુમાં આવેલ તેમના કાકાના મકાનના આગળના ભાગે આવેલ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ હતી. મોટરસાયકલોની ચોરી થઇ હોવાની ખાતરી થતા પોલીસ ફરિયાદ કરી હતી.

ઝઘડીયા પોલીસને ખબર મળી હતી કે આ બન્ને મોટરસાયકલો ભંગારમાં વેચાણ કરવામાં આવનાર છે. પોલીસે બે ઇસમોને આ ગુના સંબંધે ઝડપી લીધા હતા. શંકર વસાવા બન્ને મોટરસાઇકલોની ઉઠાંતરી કરીને ઝઘડીયા ખાતે ભંગારની દુકાને વેચાણ માટે લઇ ગયો હતો.

આ બન્ને મોટરસાઇકલોના સ્પેરપાર્ટસ છુટા પાડીને ચેચિસ કાપી ટુકડા કરીને ભંગારમાં વેચી દીધેલ હતી. ઝઘડીયા પોલીસે શંકર વસાવા તેમજ ઉદયલાલ સુયલ બન્નેની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. આમ ઝઘડીયા ખાતે મોટરસાઇકલોની ઉઠાંતરી કરીને તેના સ્પેરપાર્ટસ અલગ પાડીને ભંગારમાં વેચવાનુ કૌભાંડ ઝડપાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...