નિર્ણય:ભંગારના વેપારીએ પોતાની માલિકીની જગ્યાના આધાર પુરાવા રજૂ કરવા પડશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભંગારીયાઓ ઉપર ગાળિયો કસવા તંત્ર સજ્જ : ભંગારના વેપારીઓ પર નિયંત્રણો લાધ્યા

આખરે બેનંબરિયા ભંગારીયા ની નકેલ કસવા તંત્ર સજ્જ બન્યું છે. ભંગાર વેપારી ઓ પર નિયંત્રણો લાદી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ભંગાર ના વેપારી પોતાની માલિકીની જગ્યા ના આધાર પુરાવા રજૂ કરવા પડશે. જિલ્લામાં વધતા જતા ધાડ, લૂંટ, ધાડ ફોડ ચોરી સહીત મિલકત સંબંધિત ગુના નું પ્રમાણ વધતા પોલીસ અને તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ચોરી નો માલ ખરીદી કરી ભંગાર ના વેપારી ઓ બરોબર સગેવગે કરતા હોય છે.

ગુપ્તચર સંસ્થા ઓ દ્વારા પ્રસિદ્ધ થતા અહેવાલ અને વર્તમાન અને ભૂતકાળ બનેલા બનાવો ધ્યાને રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને લેતા તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વર સહીત જિલ્લામાં ભંગાર ના વેપારી ઓ પર નિયંત્રણ લાઢવા પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરી ભરૂચ જિલ્લા ભંગાર ના વેપારી સહીત તેની ફેરા ફરતા મોટા ભાગ ભંગાર ના વેપારીઓ પર પ્રાંતીય છે. ભરૂચ જિલ્લા અલગ અલગ જીઆઇડીસી વિસ્તાર આવેલ છે જેમાં રોજગારી અર્થે પરપ્રાંતીય આવી રહે છે.

અને ભરૂચ જિલ્લામાં જુદા-જુદા પોલીસ મથક માં ધાડ, લૂંટ, ધાડ ફોડ ચોરી સહીત મિલકત સંબંધિત ગુના નું પ્રમાણ વધી રહ્યું છે. મિલકત સંબંધી ગુનાઓ બનવા પાછળ ના કારણો પૈકીનું એક કારણ ભંગાર નો ધંધો કરનાર માણસ હોય છે. આ ભંગાર વેચાણ કરે છે. જેના કારણે ભંગાર ઉઘરાવવા ની ફેરી કરતા ઈસમો નાની મોટી ચોરી ઓ કરી ભંગાણ વેચાણ કરે છે. જે ભંગાર નો માલ ભંગારીયાઓ ખરીદી રહ્યા છે. જેને લઇ નાની ચોરી ની ફરિયાદ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...