દુર્ઘટના:અંકલેશ્વર-ભરૂચ રોડ પર રિક્ષા ખાડીમાં 20 ફૂટ ઊંડે ખાબકી ગઇ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાશવારે બનતી ઘટનાઓને લઇને રોડની સાઇડમાં રેલિંગ લગાવવા માગ

અંકલેશ્વર -ભરૂચ રોડ પર રીક્ષા રોડ સાઈડ માં 20 ફૂટ ઊંડે ખાબકી હતી. સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ના હતી. રીક્ષા ભારે જહેમતે બહાર કાઢી હતી. ભરૂચ અંકલેશ્વર રોડ બાજુ માં વાહન ખાબકવા ના વધતા બનાવો ચિંતા નો વિષય છે.

અંકલેશ્વર -ભરૂચ ને જોડાતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર વાહનો રોડ સાઈડ ખાબકતા ના વધતા બનાવો વચ્ચે શુક્રવાર ના રોજ પુનઃ એકવાર માર્ગ પર પસાર થઇ રહેલા રીક્ષા ચાલકે અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા રોડ સાઈડ ખાડામાં 20 ફૂટ ઊંડે ઉતરી ગઈ હતી.

ઘટના સદ્દનસીબે રીક્ષા કે રીક્ષામાં બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. ભારે જહેમતે રીક્ષા બહાર કાઢવામાં આવી હતી. રોડ સાઈડ પર વાહન ખાબકવા ના વધતા જતા બનાવો વચ્ચે તંત્ર દ્વારા સાઈડ ડિવાઈડર ઉભા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...