ચૂંટણીના પરિણામ:હાંસોટની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં કહીં ખુશી કહીં ગમ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 36 ગ્રામ પંચાયતમાંથી 9 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી

હાંસોટ તાલુકાના કુલ 36 ગ્રામ પંચાયતમાંથી 9 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી જ્યારે ત્રણ ગ્રામ પંચાયતમાં ફોર્મ રદ થતાં આખરે 24 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા પામી હતી જેમાં 81 ટકા જેટલું જિલ્લામાં બીજા નંબરનું વોટિંગ થયું હતું. હાંસોટ ની એમ. એ. માકૂ વાલા હાઈસ્કૂલ ખાતે મત ગણતરી રાખવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ના ટેકેદારો એમએ માકૂ વાલા હાઈસ્કૂલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિણામો પર નજર નાખી એ તો ઉમેદવારો માં કહી ખુશી કહી ગમનો માહોલ વર્તાતો જોવા મળ્યો હતો મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણ શાંતિ પૂર્વક વાતાવરણ વચ્ચે પૂર્ણ થયેલ હતી. કાઉન્ટિંગ સેન્ટર બહાર ઉત્તેજના સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...