પૂરાણ:GIDC વિસ્તારમાં કાંસ પરનાં દબાણો દૂર કરાશે

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોટીફાઈડ વિસ્તારના કાંસમાં માટી પૂરાણ

જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી નોટિફાઈડ વિસ્તારના અલગ-અલગ જગ્યાઓમાં કાસ સફાઇ ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહ્યો છે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સોસાયટીની આજુબાજુનો કાસની કામગીરી હાલમાં જોવા મળી રહી છે પરંતુ જીઆઈડીસીમાં આવેલા કેટલાક જગ્યાએ લોકોએ દબાણ કરી કાસ પૂરી દેવામાં આવ્યા છે. આ કાંસની સફાઈ ના કરવામાં આવશે તો ગત વર્ષ ની જેમ વિવિધ વિસ્તારોમાં ફરી પાણી ભરાવો થવાની સમસ્યા સર્જાય શકે છે.

પાણી ભરાવો થવાની સાથે માર્ગો પણ તૂટવાની સંભાવના ઉદ્દભવી રહી છે. રાજપીપલા ચોકડી પાસે આવેલરેલ્વે ને અડીને આવેલ જગ્યામાં કોઈ તત્વોએ વરસાદી કાંસ પૂરી તેના પર પોતાના મોટા તોતીંગ વાહનોને પાર્કિંગ માટે જગ્યા કરી નાખી છે. છે કાર્ટિગ એજન્ટો પણ કાસની બાજુમાં પુરાણ કરી દબાણ કર્યું હોવાનું જોવા મળી રહ્યું છે. જે દબાણ દૂર કરવા સ્થાનિકો ફરિયાદ કરી તાત્કાલિક નોટિફાઇડ ઓથોરિટી દબાણ દૂર માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...