તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધ્યાત્મિક મહાત્મ્ય:રામે જ્યાં સૂર્ય પૂજા કરી તે સ્થળ એટલે સૂર્ય કુંડ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માજીએ વાહન પદ ભ્રષ્ટ થયા બાદ અહીં ત્રિદેવોની આરાધના કરી હતી

ભગવાન રામ હસ્તે અહીં જીવણે શ્વર મહાદેવ ની સ્થાપના કરી હતી. ભગવાન રામે વનવાસ દરમિયાન અહીં સૂર્ય પૂજા કરી હતી. જે યજ્ઞ સ્થળ એટલે સૂર્ય કુંડ . બ્રહ્માજી વાહન પદ ભ્રષ્ટ થયા બાદ અહીં ત્રિદેવો ની આરાધના કરી હતી. ભગવાન શિવ અને બ્રહ્માજી તેમના તપથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું. હતું. નર્મદા પરિક્રમા વાસી એ અહીં પૂજા અને સ્નાન કરવું અનિવાર્ય છે.

અંકલેશ્વર-હાંસોટ નર્મદા કિનારે અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. નર્મદા કિનારે કહેવાય છે કે જેટલા કંકર એટલા શંકર હોય છે. શિવપુત્રી નર્મદા નદી પોતાના પિતા જોડે અનેક સ્થળે બિરાજમાન છે. તપોભૂમિ અંકલેશ્વર -હાંસોટ દેવોના દેવ મહાદેવ ત્રિદેવ વિશેષ પ્રસન્ન થયા છે. ભગવાન વિષ્ણુ,બ્રહ્માજી અને શંકરના અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાં હાંસોટ ખાતે ત્રિદેવ એક અહીં પ્રસન્ન થયા છે. તેવું સ્થળ એટલે સૂર્ય કુંડ, જ્યાં ભગવાન શિવ જીવણે શ્વર મહાદેવની સ્થાપના ત્રિદેવ પૈકી ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામ એ વનવાસ દરમિયાન કરી હતી.

ભગવાન શ્રીરામ એ અહીં શિવ પૂજા કરી ને સૂર્યની ઉપાસના કરી હતી. અને અહીં સૂર્યદેવ માટે યજ્ઞ કર્યો હતો.જે સ્થળ પર સૂર્ય કુંડ રચાયું છે. તેમજ હાંસોટ ખાતે મહાદેવ પૈકી બ્રહ્માજી ના વાહન હંસ એ પદભ્રષ્ટ થયા બાદ અહીં તપ કરી ભગવાન શિવ અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. ત્રિદેવના અહીં આર્શીવાદ અહીં જોવા મળે છે. અહીં 400 વર્ષ ઉપરાંતનું જૂનું બાંધકામ હોવા છતાં આજે પણ મજુબત જોવા મળી રહ્યું છે.

મંદિર ના મુખ્ય દ્વારા આગળ જ કુંડ આવેલો જેને સામે છેડે થી નિહાળવું અલૌકિક દ્રશ્ય સૂર્ય ઉદય અને અસ્ત સામે સર્જાઈ છે. તો નર્મદા માતાજી ની પરિક્રમા દરમિયાન નર્મદા પરિક્રમા વાસી એ અહીં પૂજા અને સ્નાન કરવું અનિવાર્ય છે. તેનું પરિક્રમા વાસીઓ માટે વિશેષ મહત્વ અને માહાત્મ્ય ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...