તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:ભાંગની ગોળી કેમ લીધી તેમ કહીં ઠપકો અપાતા કાકાને ભત્રીજાએ પતાવી દીધો

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અંક્લેશ્વર પાસેની ઓરોમા હોટલની કંપાઉન્ડમાં ટ્રકના ચાલકે તેની ટ્રક પાર્ક કરી હતી
 • આવેશમાં આવી કાકાના માથામાં પથ્થરનો ઘા કર્યો, છોડાવવા આવેલા ઈસમો પર પણ હુમલો

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ઓરોમાં હોટલ ના કમ્પાઉન્ડ માં મહારાષ્ટ્ર ના ટ્રક ચાલકો વચ્ચે અંદરો અંદર ઝગડા માં એકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવ ની વિગતો અનુસાર મહારાષ્ટ્ર ના ઔરંગાબાદ ના રવિન્દ્ર મોતીરામ સોનવણે અને રામલાલ સુરા જાદવ ટ્રક પર હતા તે દરમિયાન રામલાલના ભત્રીજા વિઠ્ઠલ જાદવ રહે જલગાંવ મહારાષ્ટ્રનાઓને ગાંજાની ગોળી કેમ પીધી એ અંગે ઠપકો આપ્યો હતો

જે ઠપકો આપતા તેની રીસ રાખી તેને નાશાની હાલત માં કંપાઉન્ડ રહેલ પથ્થરો વડે કાકા રામલાલ પર હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી હતી જેને છોડવા પડેલા ઈસમો પર પણ પથ્થરો વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો ગંભીર રીતે ઘવાયેલ રામલાલ યાદવને 108 ની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો