નૌગામ રોકડીયા હનુમાનજી મંદિર:નાગના વસવાટને લઇ નાગાતીર્થ નામ પડ્યું, નર્મદા કિનારે આવેલા તીર્થ અંગે નર્મદા પુરાણમાં ઉલ્લેખ

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના નાગા તીર્થ એટલે નૌગામ રોકડીયા હનુમાનજી મંદિર ભગવાન શિવ પરમ ભક્ત હતા

આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર નાગો તીર્થ એવા અંકલેશ્વર ના નૌગામા સ્થિત નાગા તીર્થ એટલે નૌગામ રોકડીયા હનુમાનજી મંદિર આવે છે. ભગવાન શિવ પરમ ભક્ત ઢુંઢુંમ્બર નાગ અહીં તપ કરતા હતા. ભગવાન શિવની આરાધના કરતા ઢુંઢુંમ્બર નાગના તપ અને રક્ષણ માટે શિવ ના રુદ્ર અવતાર ભગવાન હનુમાનજી અહીં રક્ષા માટે તેમની સાથે બિરાજમાન થયા હતા. ત્યાર થી રોકડીયા હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. નાગોના વસવા ને લઇ નાગા તીર્થ નામ પડ્યું છે. નર્મદા કિનારે આવેલ નાગા તીર્થ અંગે નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.

શ્રાવણ માસ એટલે ભગવાન શિવ ની આરાધના નો મહિનો ભગવાન રામ ના ભક્ત હનુમાનજી ભગવાન શિવ ના એક રુદ્ર સ્વરૂપ છે. તપોભૂમિ અંકલેશ્વર ખાતે અનેક ઋષિમુનિઓ તપ કરી ગયા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. આજ રીતે અંકલેશ્વર નૌગામા સ્થિત રોકડીયા હનુમાનજી મંદિર આવેલું છે. જે અંગે નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. અહીં કહેવાય છે કે ભગવાન શિવ ના ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગ એ સંતાન પ્રાપ્તિ માટે અહીં તપ કર્યું હતું. જે પાછળ પર એક ગાથા વણાયેલી છે.

એક સમયે સૃષ્ટિ પર તમામ વિષધર ના નાશ માટે યજ્ઞ યોજાયો ત્યારે ભગવાન શિવ એ પોતાના પરમ ભક્ત એવા ઢુંઢુંમ્બર નાગ ની તપ ભંગ ના થયા અને તેની રક્ષા કરવાં માટે તેમના રુદ્ર અવતાર એવા ભગવાન હનુમાનજી ની રક્ષા માટે મોકલ્યા હતા અને મહાભારત કાળ માં પણ આ કથાનક ની પુષ્ટિ હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે.

ભગવાન હનુમાનજી અહીં ઢુંઢુંમ્બર નાગ સાથે બિરાજમાન થયા અને ત્યાર થી રોકડીયા હનુમાનજી તરીકે પ્રચલિત છે. અને નાગ ના વસવાટ અને તેમના વસવાટ ને લઇ નાગા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. જે નર્મદા કિનારે આવેલું હોવાથી તેની ગાથા નર્મદા પુરાણ માં પણ ઉલ્લેખ જોવા મળે છે. નૌગામા ગામ ના નામ સાથે પણ નાગા તીર્થ જોડાયેલું છે. ત્યારે આ મંદિરમાં હાલ ભગવાન શિવ ચંદ્રમોલેશ્વર તરીકે બિરાજમાન છે.

અન્ય સમાચારો પણ છે...