તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સ્વચ્છતા સર્વેક્ષણમાં સોસાયટીની સહભાગીતાને પાલિકાએ બિરદાવી

અંકલેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ 2021અંતર્ગત સ્પર્ધા યોજી

અંકલેશ્વર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2021અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સ્કૂલો, સોસાયટીઓ હોસ્પિટલ તેમજ સંસ્થામાં સોસ્યલ ડિસ્ટન્સ સાથે સ્પર્ધાનું કરવામાં આવેલું આયોજન હતું. સ્પર્ધામાં વિજેતાઓ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોરોના સર્વેક્ષણ 2021 અનુલક્ષીને વિવિધ સપર્ધા યોજવામા આવી હતી જેમાં સ્વચ્છ સોસાયટી સ્પર્ધા માં વોર્ડ નંબર 1 માં આવેલ ધનલક્ષ્મી સોસાયટી પ્રથમ નંબરે, બીજા ક્રમે શરજી સદન સોસાયટી અને ત્રીજા ક્રમે અક્ષર બંગ્લોઝ વોર્ડ 3 અને વ્રજવીલા સોસાયટી વોર્ડ નંબર 7 ની રહી હતી.

તો સ્વછતા બાબતે વિવિધ હોસ્પિટલ માં યોજવામાં આવેલ સ્પર્ધા માં પ્રથમ ક્રમે સરદાર પટેલ હોસ્પિટલ, બીજા ક્રમે મમતા હોસ્પિટલ અને ત્રીજા ક્રમે નિધિ હોસ્પિટલ રહી હતી. જયારે સ્વચ્છ હોટલ સ્પર્ધા માં પ્રથમ ક્રમે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, બીજા ક્રમે નવરંગ રેસ્ટોરન્ટ, અને ત્રીજા ક્રમે સુરૂચી હોટલ અને સાંઈ પૂજા હોટલ રહી હતી. તો શાળાઓ સ્વચ્છતા બાબતે સર્વે માં પ્રથમ ક્રમે પ્રિયદર્શની સ્કૂલ પ્રથમ, બીજા નંબરે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અને ત્રીજા નંબરે શ્રવણ વિદ્યાભવન અને યુનિટી સ્કૂલ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...