અંકલેશ્વરની 17 વર્ષીય કિશોરીએ ઓનલાઇન જોબ કરવા માતા પાસે 1500 રૂપિયા માંગતા તેમણે નહીં આપતા તે ઘર છોડી લાપતાં બનતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વધુમાં માતાએ સોશિયલ મીડિયા પર દિલ્હીની યુવતી સંપર્કમાં હોય તેની પાસે નોકરી કરવા પુત્રી જતી રહી હોવાની અથવા કોઈ વ્યક્તિ દ્વારા તેનું અપહરણ કર્યું હોવાની આશંકાએ માતાએ વ્યક્ત કરી અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કિશોરીએ માતા પાસે ઓનલાઇન જોબ માટે રૂ.1500 માંગ્યા હતા
અંકલેશ્વની 17 વર્ષીય કિશોરીએ છેલ્લા એક મહિનાથી ઓનલાઇન નોકરી કરવાની જીદ કરતી હતી. ગત રોજ ઓનલાઇન જોબ માટે 1500 રૂપિયા ભરપાઈ કરવા છે. તે માટે વિધવા માતા પાસે રૂપિયાની માંગણી કરતા માતા પાસે નહીં હોવાથી ના પાડી હતી. જેથી તેણીએ તેના મામા પાસે માંગણી કરતા મામાએ કઈ ઓનલાઇન એપમાં રૂપિયા ભરવાના છે તે જણાવાનું કહેતા તેણીએ તે એપ બતાવી ન હતી. નિત્યક્રમ મુજબ પરિવાર રાત્રીના સુઈ ગયું હતું, તે દરમિયાન સવારે માતા ઉઠતાં પુત્રી ઘરમાં જોવા નહીં મળતા માતાએ સંબંધીઓના ઘરે શોધખોળ શરું કરતાં તે ત્યાં પણ નહીં મળી હતી.
આ સગીરા દિલ્હીની યુવતીના સંપર્કમાં પણ હતી
આ મામલે અંતે માતાએ તેની પુત્રીનું કોઈ ઈસમે અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે વધુ તેણે સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલી દિલ્હીની યુવતી પાસે નોકરી માટે દિલ્હી ભાગીને ગઈ હોવાની શંકા પણ વ્યક્ત અંકલેશ્વર પોલીસ મથકમાં પુત્રી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની માતાની ફરિયાદ નોંધીને ગુમ બનેલી કિશોરીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.