ભાસ્કર વિશેષ:અમરેલીના ધારાસભ્યએ પીરામણ ગામે આવીને સ્વ. અહમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરજી ઠુમ્મરે અહેમદભાઈના પુત્રી મુમતાઝબેન પટેલ સાથે મુલાકાત કરી

ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મરહુમ અહેમદભાઈ પટેલ ની કબરની આજે અમરેલીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે મુલાકાત લીધી હતી.અહેમદભાઈ ના પુત્રી મુમતાઝબેન પટેલ સાથે મુલાકાત કરી હતું. ભરૂચ શહેર કોંગ્રેસ અગ્રણી અને કામરેજના પ્રભારી પરેશ મેવાડા સહિત કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે મરહુમ અહેમદભાઈ પટેલની કબર પર જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓના કાર્યોની સુવાસ આજીવન સમગ્ર દેશમાં ફેલાતી રહેશે એવું મંતવ્ય પણ વ્યક્ત કર્યું હતું.

આ પ્રસંગે તેમની સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા તેમજ ભરૂચ શહેર કોંગ્રેસ અગ્રણી અને કામરેજના પ્રભારી પરેશ મેવાડા સહિત કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરજીભાઈ ઠુમ્મરે ત્યાર બાદ મરહુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝબેન પટેલની તેમના નિવાસસ્થાન ફૌન કોલ પર ખબર અંતર પૂછ્યા હતા બકરી ઈદ નિમિત્તે તેઓઅહેમદભાઈ પટેલની કબર પર શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા આવ્યા હતા તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...