કરોડોના ખર્ચે બ્રિજ નિર્માણ પામશે:હાંસોટના પાંજરોલી અને સુરતના ઉમરાછી ગામ વચ્ચે કિમ નદી પરના બ્રિજનું ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરાયું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાંસોટ તાલુકાના પાંજરોલી ગામ અને સુરત જિલ્લાના ઉમરાછી ગામ વચ્ચે કિમ નદી ઉપર 7 કરોડ 32 લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું અંકલેશ્વરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બ્રિજ નિર્માણ પામ્યા બાદ ભરૂચ અને સુરત જિલ્લાને જોડતો અગત્યનો બ્રિજ બની રહેનાર છે.

લોકોને 20 કિમીના ફેરાથી છુટકારો મળશે
હાંસોટ તાલુકાના પાંજરોલી ગામના ખેડૂતોની જમીન કિમ નદીના સામેના કિનારે આવેલી છે. ખેડૂતોની ખેત-પેદાશોની હેરફેર અને ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના વડોલી ગામ થઇ પહોંચવું પડે છે. જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓને 20 કીમી ફરીને જવું પડે છે. ત્યારે સરકાર દ્વારા પાંજરોલી અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામ વચ્ચે કિમ નદી ઉપર બ્રિજના નિર્માણ માટે રૂપિયા 7 કરોડ 32 લાખની ફાળવણી કરતા પાંજરોલી ગામ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા
આ બ્રિજના નિર્માણથી ભરૂચ અને સુરત જિલ્લાને જોડતો સેતુ સમાન બ્રિજ બની રહેનાર છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ, ઉપપ્રમુખ સંગીતા સોલંકી, સરપંચ વનીતા વસાવા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહીત તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...