પોલીસની માનવતા:માનસિક અસ્વસ્થ મહિલા અને બાળકને સુરતના માનવ મંદિર ટ્રસ્ટને સોંપતા હવે તેમની સંભાળ લેશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરમાં અસ્વસ્થ મહિલાને જીઆઈડીસી પોલીસે સંસ્થાને સોંપી

અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી એક મહિલા ભટકતી નજરે પડી રહી છે. મહિલા સાથે સમય જતા બે બાળકો પણ નજરે પડ્યા હતા. મહિલા માનસિક દ્રષ્ટિએ થોડી અસ્વસ્થ છે જે બાળકોનો પણ યોગ્ય ઉછેર કરવામાં સક્ષમ નથી. આ સમગ્ર ઘટનાની ઘણા સમયથી સુરત માનવ સેવા ટ્રસ્ટ સભ્ય અરવિંદ પરમાર ને હોવાથી એમણે મહિલાને પોતાના ટ્રસ્ટ પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો

પરંતુ મહિલાએ સ્થળ નહિ છોડતા મહિલા સહિત બે બાળકોની ચિંતા કરતા અરવિંદભાઈએ ફરી પ્રયાસ હાથ ધરી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એન.કરમટીયા ને મળી તેઓ સ્થળ તપાસ .કરતા પીઆઇ આર .એન કરમટીયા એ મહિલાને સમજાવતા આખરે મહિલા તેના બે બાળકો સાથે સુરત ની માનવ મંદિર ટ્રસ્ટ માં જવા તૈયાર હતી અને અરવિંદ પરમારે માનવ મંદિર ટ્રસ્ટની એબુલન્સ બોલાવી મહિલા અને બે બાળકોને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ખાતે લાવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી સંસ્થાએ કબ્જો મેળવી સુરત ખાતે માનવ સેવા ટ્રસ્ટ ખાતે લઇ જવામાં સફળતા પ્રાપ્ત કરી હતી .માનવ મંદિર ટ્રસ્ટ માતા અને તેના બંને બાળકોની દરકાર રાખશે.

અન્ય સમાચારો પણ છે...