આસ્થા:માલધારીઓએ પરંપરાગત રીતે તુલસી વિવાહ ઉજવ્યો

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના ગોપાલનગરમાં રહેતાં માલધારીઓ છેલ્લા 30 વર્ષથી ઉજવણી કરે છે

અંકલેશ્વર માં દબદબાભેર તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વર ના માલધારી સમાજ દ્વારા પરંપરા મુજબ ધામધૂમથી તુલસી વિવાહ ની ઉજવણી કરાઇ હતી. કોસમડી થી વરઘોડો નીકળી ગડખોલ ખાતે પહોંચી તુલસી વિવાહ પ્રસંગ યોજાયો હતો. અંકલેશ્વર માનવ મંદિર ખાતે પણ ધામધૂમ પૂર્વક તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ હવેલી ખાતે પણ વર્ષો ની પરંપરા અનુસાર તુલસી વિવાહ પ્રસંગ યોજાયો હતો.

અંકલેશ્વર ના ગોપાલ નગર ના માલધારી સમાજ ના ઠાકર ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષ થી તુલસી વિવાહ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે સોમવાર ના રોજ પવિત્ર એકાદશી ના રોજ તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું ગોપાલનગર ખાતે થી મોડી સાંજે ભગવાન કૃષ્ણ નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ભગવાન ઠાકર ની જાન વાજતે ગાજતે નીકળી હતી આ વરઘોડા માં મોટી સંખ્યા માં માલધારી સમાજ જોડાય ને લગ્ન ગીતો સાથે ભગવાન ની જાન ગડખોલ ગામ ની અવધૂત નગર ખાતે આવી પહોંચી હતી પરંપરા મુજબ લગ્ન ની વિધિ મુજબ કન્યા પક્ષ દ્વારા વરરાજા ને પોંખવા સહીત ની વિધિ કરવામાં આવી હતી ત્યાર બાદ તુલસી સાથે લગ્ન વિધિ મુજબ ઉલ્લાસભેર વિવાહ કરવામાં આવ્યા હતા આ તુલસી વિવાહ માં ગડખોલ ગામના સરપંચ રોહન પટેલ ,માલધારી સમાજ ના વિઠ્ઠલ ભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ માનવ મંદિર ખાતે તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શાલિગ્રામ વિષ્ણુ વર પક્ષે જીઆઇડીસી ના રાકેશ પરીખ પરિવાર અને માતા ભગવતી તુલસી વૃંદા કન્યા પક્ષે અલ્પેશ પટેલ પરિવાર એ ભાગ લીધો હતો. અને વરઘોડો યોજી વર અને કન્યા પક્ષે માનવ મંદિર ખાતે તમામ વિધિ વિધાન સામે તુલસી વિવાહ પ્રસંગ યોજી લગ્નોત્સવ યોજ્યો હતો. જેમાં જીઆઇડીસી વિસ્તાર ના ભક્તો એ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી તુલસી વિવાહ પ્રસંગ ના સાક્ષી બની ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...