તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:સહકાર મંત્રીના વહીવટ વાળી પંડવાઈ સુગરનો સૌથી નીચો ભાવ જાહેર કરાયો

અંકલેશ્વર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દક્ષિણ ગુજરાતની 10 સુગરમાં શેરડીના ટન દીઠ ₹~ 279થી 526 ઓછા ભાવ પડતાં ખેડૂતોમાં ભારે નારાજગી

દક્ષિણ ગુજરાતની 10 સુગરો ફેક્ટરીમાં શેરડીનાં ભાવો ટનદીઠ ₹ 279થી 526 ભાવો ઓછા પડતાં ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. તેમાં પણ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વહીવટ વાળી પંડવાઈ સુગરનાં ભાવ સૌથી ઓછા જાહેર થતાં ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે. પંડવાઈ સુગરના ઓક્ટોબરથી જાન્યુઆરી 2375 , ફેબ્રુઆરી - 2395, માર્ચ 2415, એપ્રિલ ના 2435 સાથે 25 રૂપિયા કપાત જાહેર કરી છે. વાલિયાની ગણેશ સુગરે ઓક્ટોબરથી ફેબ્રુઆરી 2005, માર્ચના 2135 ભાવ પાડ્યો છે.

ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ 10 સુગરમાં શેરડીનાં ભાવ ટનદીઠ રૂ.279થી 526 જેટલાં ઓછા પડતા શેરડીનું વાવેતર કરતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. સુગરનાં વહીવટકર્તાઓએ દેશભરમાં વપરાશ કરતાં વધારે ખાંડનો ભરાવો થતા શેરડીનાં ભાવ પર વ્યાપક અસર થઈ હોવાનું કારણ આગળ ધર્યું છે.

ગત વર્ષથી સતત કોરોના મહામારી વચ્ચે માંડ સુગરો બહાર નીકળી રહી છે. ગુજરાત રાજ્ય ખાંડ ઉધોગ સંઘ ગાંધીનગર દ્રારા માર્ચ મહિનો પુરો થયા બાદ સુગર ફેક્ટરી દ્રારા શેરડીનો ભાવ નકકી કરવાની જાહેરાત કરી છે. જેમાં ભરૂચ જિલ્લાની 2 સુગરેએ ગત વર્ષ કરતાં ઓછા ભાવ પાડયા હતા. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ શેરડીનાં ભાવો ગયા વર્ષ કરતાં ઓછા પડતા સભાસદોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી.

બમણા ઉત્પાદનથી ખાંડ બજાર પર અસર
સુગરનાં વહીવટ કર્તાઓ માટે ખાંડનું દેશભરમાં બમણું ઉત્પાદનને કારણે ખાંડ બજાર પર અસર થઈ હતી. ખાસ તો મોટા ભાગની ઇથેનોલ પ્લાન્ટને કારણે ક્રુડ ઓઇલમાં ઇથેનોલનુ પ્રમાણ વધારતા અને ઓઈલ કંપનીથી સારો ભાવ મળતો હોવાથી તેનો ફાયદો શેરડી ઉત્પાદકોને ફાયદો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો