ચોરી:મકાન માલિક ઘર બંધ કરી માસીને ત્યાં સુવા જતા તસ્કરોએ ખેલ પાડ્યો

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાડાના બજરંગનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
  • ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લઇ તસ્કરો ફરાર

અંદાડા ખાતે આવેલ બગરંગ નગર સોસાયટી માં રહેતા શૈલેષ ભાઈ શાંગુદ ગત રાત્રી ના જમી પરવાડી પોતાનું ઘર બંધ કરી માસી ના ધરે સુવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું. તસ્કરો ધરાના દરવાજા નો લોક તોડી ઘર માં પ્રવેશ્યા હતા અને ઘર માં રહેલ કબાટ તેમજ અન્ય ચીજ વસ્તુ વેર વિખેર કરી નાથી હતી અને તિજોરી માં રહેલા સોના-ચાંદી ના દાગીના અને રોકડ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા સવારે માસી ના ધરે થી પરત ફરતા ઘર નો દરવાજો ખુલ્લો જોતા ઘર માં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.

આ અંગે તેવો દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને શૈલેષ ભાઈ શાંગુદ ની ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી. અંદાજે 1 લાખ રૂપિયા ઉપરાંત ની મટતા પર તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ હાલ પ્રાથમિક ફરિયાદ આધારે ગુનો નોંધી ચોરીનું પગેરું શોધવાની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...