તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અંકલેશ્વર વોર્ડ નંબર-9ની ચૂંટણીમાં EVMનો મુદ્દો ભરૂચ કોર્ટમાં પહોંચ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ. 9ના એક બૂથ પર ઉમેદવાર શરીફ કાનુગા નામના બટન ન દબાતા ફરિયાદ કરી હતી

અંકલેશ્વર નગર પાલિકાની ચૂંટણીમાં 28 ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર 9માં સ્ટેશન વિસ્તારના બુથ નંબર 1 / 8 પર કોંગ્રેસ ઉમેદવાર શરીફ કાનુગાના નામનું ઈવીએમ મશીનનું બટન ન દબાતું હોવાની ફરિયાદ કરી હતી. જે પ્રીસાઇડીંગ અધિકારી કરતા ઈવીએમ મશીન ટેક્નિકલ સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈવીએમ મશીન ચાલુ હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ પુનઃ આજ ફરિયાદ કરાતા ઈવીએમ મશીન બદલી કાઢવામાં આવ્યું હતું. જે મુદ્દે કોંગી ઉમેદવાર શરીફ કાનુગા તેમજ સહયોગી ઉમેદવાર અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી જે ફરિયાદની સુનાવણી થતા પાલિકા ચૂંટણી અધિકારીને ગ્રાહ્ય ના રાખી તેનો નિકાલ કર્યો હતો. જે અંગે અંતે ભરૂચ કોર્ટ માં પિટિશન દાખલ કરવામાં આવતા ભરૂચ કોર્ટ દ્વારા આગામી 30 માર્ચના રોજ ચૂંટણી અધિકારી, પ્રીસાઇડીંગ અધિકારી, ટેક્નિકલ અને મતદાન બુથ પર હાજર રહેલા કમર્ચારીઓ તેમજ વોર્ડના ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો અને પાલિકા પ્રમુખને પણ હાજર રહેવા કોર્ટનું તેડું મોકલ્યું છે.

જેને લઇ રાજકીય ખળભળાટ જોવા મળ્યો છે. ઈવીએમને લઇ મામલો કોર્ટ સુધી પહોંચતા અધિકારી વર્ગ તેમજ રાજકીય હોદ્દેદારોમાં હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે 30 માર્ચે આ અંગે સુનાવણી બાદ જ શું નિર્ણય આવશે પંરતુ હાલ કોર્ટનું તેડું ટોક ઓફ ધી ટાઉનનો કિસ્સો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો