રજુઆત:અંકલેશ્વરમાં અશાંત ધારો લાગુ કરવાની માગણી બાદ આઈબી હરકતમાં આવ્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસમાં સ્થાનિકોએ કરેેલી ફરિયાદની વિગતો મેળવી રિપોર્ટ કર્યો
  • ગામતળ​​​​​​​ વિસ્તારમાં આવેલી 8થી વધુ સોસાયટીમાં સમસ્યા ઉદભવી

અંકલેશ્વરમાં અશાંત ધારો લાગુ પાડવા નો અહેવાલ પ્રકાશિત થતાં જ આઈ.બી. હરકત માં આવ્યું હતું. પોલીસ માં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદની વિગતો મેળવી ઉપર રિપોર્ટ કર્યો હતો.અંકલેશ્વરના હિન્દુ વિસ્તારમાં લઘુમતિ પરિવારનો વસવાટ વધતા જુના અંકલેશ્વરના ગામતળ વિસ્તારમાં આવેલી 8થી વધુ વિસ્તારમાં માગ ઉઠી છે. શહેરના ચોકસી બજાર, પીપળા ખડકી, દેસાઈ ફળીયા, પીંજાળ ગલી,સોયા ફળીયા, શાક માર્કેટ વિસ્તાર, માલી ખડકી, પંચાતી બજાર વડ અને જૈન દેરાશર વિસ્તાર ,કાજી ફળિયા વિસ્તારમાં શાંત ધારો લાગુ પાડવા માગ કરી સ્થાનિક પાલિકા ના સભ્યો ને આ અંગે રજુઆત કરી રહ્યા છે. ઉપરાંત છેલ્લા 1 વર્ષ થી પોલીસ વિભાગમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે.

વોર્ડ નંબર 6 ના પૂર્વ સભ્ય અને રાજકીય અગ્રણી જનક શાહ એ આ અંગે જણાવ્યું હતું. કે વોર્ડ નંબર 6 વિવિધ હિન્દુ વિસ્તાર માં મુસ્લિમ સમાજ ના પરિવારો મકાન વેચવામાં આવી રહ્યા છે. અને જ્યાં હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ પરિવાર ના વસવાટ ને લઇ અન્ય હિન્દુ પરિવારો દ્વારા સામાજિક અવ્યવસ્થા અને ધાર્મિકતા ના મુદ્દે અશાંત ધારો લાગુ પાડવા માટે માગ કરી છે. લોકો ઉગ્ર રજુઆત મૌખિક અને લેખિત કરી રહ્યા છે. જે અંગે સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ મંત્રાલય માં રજુઆત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...