વ્યવસ્થા:અંકલેશ્વરમાં ચૂંટણી માટે આરોગ્ય વિભાગ પણ હેલ્થ કીટ સાથે સજ્જ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતદાન મથકો ઉપર કોવિડને લઇ મેડિકલ કીટની વ્યવસ્થા કરાઇ

અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ મતદાનને લઇ સજ્જ બન્યું છે. મતદાન મથકો ઉપર કોવિદ ને લઇ મેડિકલ કીટ ની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પ્રિસાઇડીંગ ઓફિસરને મેડિકલ કીટ અપાય હતી. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

તાલુકાના 35 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે કોવીડની તકેદારીના ભાગરૂપે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કીટ અને કોવિડ કીટની વ્યવસ્થા કરી ગામોના બુથો ઉપર પ્રિસાઇડીંગ ઓફિસરને મેડિકલ કીટ તેમજ કોવિડ કીટનું વિતરણ કર્યું હતું. તાલુકામાં 35 ગ્રામ પંચાયત નું મતદાન રવિવાર ના રોજ યોજાનાર છે.

ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે ત્યારે કોવિદ ને ધ્યાને લઇ તાલુકા આરોગ્ય વિભાગ સજ્જ થયું છે .આરોગ્ય વિભાગના અધિકારી ડો,સુશાંત કઠોર વાલા એ તકેદારી ના ભાગ રૂપે મતદાન થનાર 35 ગ્રામ પંચાયતના બુથ ઉપર મેડિકલ કીટ અને કોવિડ કીટની વ્યવસ્થા કરી હતી અને દરેક બુથ ઉપર મેડિકલ કીટનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...