તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષિત પાણી:હવા મહેલ સોસાયટીની પાણીની લાઇનમાં લાલ રંગનું પાણી નીકળ્યું

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના પીરામણમાં કતલખાનાનું પાણી પીવાની લાઈન સાથે ભળ્યું

અંકલેશ્વર તાલુકા ના પીરામણ ખાતે આવેલ હવા મહેલ સોસાયટી માં છેલ્લા એક મહિના થી લગાતાર દુર્ગંધ યુક્ત લાલ રંગનું પાણી નળ માંથી આવી રહ્યું હોવાની સાથે ફીણ ના પર જામી રહ્યા હતા પંચાયત ને પણ સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. પાણી ક્યાંથી આવી રહ્યું છે તેની તપાસ કરતા સોસાયટી પાસે ના કતલખાના ની દુષિત પાણી લાઈન માંથી પાણી લાઈન માં આવતું હોવાનું બહાર આવ્યું હતું.

પંચાયત ને પણ જાણ કરવામાં આવી હતી. કતલખાના સંચાલક ને પણ જાણ કરી હતી છતાં સમારકામ કરવામાં ના આવતા સ્થાનિક રહીશો માં રોષ ફેલાયો છે. પીવાના પાણી સહીત અન્ય ઉપયોગ માટે પણ પાણી લઇના શકાય તેવી દુર્ગંધ ને લઇ લોકોમાં હવે રોષ વધી રહ્યો છે. પાણી લાઇનનું સમાર કામ કરવા તેમજ લીકેજ બંધ કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...