જવાબદાર કોણ?:પર્યાવરણ સુરક્ષા માટે બનાવેલો ગ્રીન બેલ્ટ માવજતના અભાવે મરણ પથારીએ

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક હજારો વૃક્ષોનું વાવેતર કરી જેતે સમયે નામના મેળવી

એક તરફ પર્યાવરણ દિવસ ની ઉજવણી ને બીજી તરફ ગ્રીન બેલ્ટ નું બાળ મરણ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસી ડેપો આગળ તેમજ વાલિયા ચોકડી હવા મહેલ પાસેના ગ્રીન બેલ્ટ માવજત ના અભાવે સૂકા ભટ બન્યા હતા. ગ્રીન બેલ્ટ ઉભા કર્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય માવજત ના કરતા સ્થિતિ સર્જાઈ હતી. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગ્રીન બેલ્ટ મરણ પથારીએ સરકારી(પ્રજા ના) નાણાં ના દુરુપયોગ ના જવાબદાર કોણ ?

અંકલેશ્વર ના જીઆઇડીસી ડેપો ની આસ-પાસ અને વાલિયા ચોકડી વિસ્તાર માં તેમજ નોટિફાઇડ અંકલેશ્વર ની હદ વિસ્તાર માં જીઆઇડીસી અંકલેશ્વર અને નોટિફાઇડ વિભાગ અંકલેશ્વર દ્વારા ખુલ્લી જગ્યા માં ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યા હતા જેમાં વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું અને તેના રક્ષણ માટે તેની આસપાસ લોખંડ ની એન્ગલ અને ગ્રીલ લગાવવા માં આવી હતી.

જેની દેખરેખ માટે ઈજારદાર પણ નીમવામાં આવ્યા છે અને તેને સરકારી નાણા ચૂકવવા માં આવે છે. પરંતુ સમય જતા અધિકારીઓ, પદાધિકારીઓ અને ઇજારદાર બદલાયા અને આજે આ ગ્રીન બેલ્ટ મરણ પથારીએ છે ત્યાં બનાવેલ વૃક્ષ નો નાશ થયો છે આસપાસ બનાવેલ ગ્રીલ તૂટી ગઈ કે ચોરી થઇ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...