તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન સુખાકારી દિવસની ઉજવણી:અંકલેશ્વર પાલિકાને માળખાકીય સુવિધા માટે સરકારે રૂા. 3 કરોડની ગ્રાન્ટ ફાળવી

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 ઓગસ્ટે ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રાન્ટના પ્રથમ હપ્તા રૂપે 1.50 કરોડનો ચેક અર્પણ

અંકલેશ્વર પાલિકા ને રાજ્ય સરકારે 3 કરોડ ની ગ્રાન્ટ માળખાકીય સુવિધા માટે ફાળવી છે. પ વર્ષ આપણી સરકાર, સૌનો સાથ- સૌનો વિકાસ” અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા 8 મી ઓગસ્ટ ના રોજ ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વર્ણિમ ગુજરાત- 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વર પાલિકા ને 3 કરોડ રૂપિયા ની ગ્રાન્ટ ની ફાળવણી જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધાઓના કામો માટે રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને 3 કરોડ ની ગ્રાંટની ફાળવણીનો પહેલા હપ્તો ના 1.50 કરોડનો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.

જે ચેક અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ તેમજ ચીફ ઓફિસર કેશવ ભાઈ એ સ્વીકાર કર્યો હતો. આ અંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર પાલિકા ને ફાળવેલા 3 કરોડ રૂપિયા ની ગ્રાન્ટ માંથી પહેલો હપ્તો મળી ગયો છે. ટૂંક સમય માં અંકલેશ્વર નગર ના 9 વોર્ડ માં માળખાકીય સુવિધા એવા રોડ. પાણી. ડ્રેનેજ સહીત ના વિકાસ કામો નક્કી કરી બોર્ડ બોલાવી પાલિકા ની વિકાસ યાત્રા ને વધુ ગતિશીલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...